Thursday, April 4, 2024

સુદામા થવું સરળ નથી.

 



સુદામા થવું  સરળ નથી.


અને જેવા દ્વારિકાધીશે  ત્રીજી મુઠ્ઠી પહુંઆની ફાકી મારવાનું  વિચાર્યું રુક્મણિજી એ જલ્દી તેમનો હાથ પકડી લીધો અને કહ્યું,” આપની ભાભીએ મોકલાવેલા સ્વાદિષ્ટ પહુંઆનો સ્વાદની મજા આપ એકલાજ લેશો સ્વામી ? તેની મજા લેવાનો મોકો અમને પણ આપો .”

દ્વારિકાધીશના હોઠો પર એક ભાવભર્યું સ્મિત સ્થિર થયું, તેમણૅ તે મુઠ્ઠી પહુંઆ ફરીથી તે પોટલીમાં નાખ્યા અને તે પોટલી ઉઠાવી પોતાની પટરાણીને આપી દીધી.

સુદામાની સાથે વાતો કરતા કરતા ક્યારે શ્રી કૃષ્ણ તેમના પગ દબાવવા લાગ્યા તેની સુદામાને પણ ખબર ન પડી.સુદામા ઊંઘી ગયા હતા પરંતુ શ્રી કૃષ્ણ પોતાના વિચારોમાં મગ્ન પગ દબાવતા દબાવતા બાળપણની વાતો કહ્યે જતા હતા ત્યારે અચાનક રુક્મણિજીએ તેમના ખભા પર હાથ મુક્યો.

શ્રી કૃષ્ણે ચોંકીને પહેલા તેમને અને પછી સુદામાને જોયા પછી તેમનો આશય સમજીને ત્યાંથી ઉઠી પોતાના રૂમમાં ચાલી આવ્યા.

શ્રી કૃષ્ણની એવી મગ્ન સ્થિતિ જોઈ રુક્મણિજીએ પૂછ્યું, “ સ્વામી આજે આપનો વર્તણુક કંઈક વિચિત્ર જેવી લાગે છે.આપ જે આ સંસારના મોટામાં મોટા સમ્રાટના દ્વારકા આવ્યા પછી જરાપણ પ્રભાવિત થતા નથી તે પોતાના મિત્રના આવવાની જાણથી એટલા ભાવ વિભોર થઇ ગયા કે ખાવાનું છોડી પગરખાં પહેર્યા વગર દોડી ગયા.

આપ જેમને કોઈ દુઃખ,કષ્ટ અથવા આફટ ક્યારેય રડાવી નથી શકી ત્યાં સુધી કે જયારે ગોકુલ છોડતી વખતે માં યશોદા ના આંસુ જોઈને પણ નથી રડ્યા તે પોતાના મિત્રના જીર્ણ શીર્ણ ઘાથી ભરેલા પગ જોઈને એટલા ભાવુક થઇ ગયા કે પોતાના આંસુઓથી જ તેમના પગ ધોઈ નાખ્યા. 

કુટનીતિ,રાજનીતિ અને જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ આપ આપના મિત્રને જોઈને એટલા મુગ્ધ થઇ ગયા કે વગર કંઈ વિચાર્યે તેમને આખાય ત્રિલોકની સંપત્તિ તેમજ સમૃદ્ધિ આપવા જઈ રહ્યા હતા.”

શ્રી કૃષ્ણે પોતાની એજ સહજ અવસ્થામાં કહ્યું , “ રુક્મણિ , એ બાળપણનો મારો મિત્ર છે.”

“ પરંતુ તેમણે તો બાળપણમાં આપથી છુપાવીને જે ચણા પણ ખાધા હતા જે ગુરુમાતાએ તેમને આપની સાથે વહેંચીને ખાવાના કહ્યા હતા? હવે એવા મિત્ર માટે આટલી ભાવના કેમ ?” સત્યભામાને પણ જાણવાની ઈચ્છા થઇ.

શ્રી કૃષ્ણ હસ્યા,” સુદામાએ તો એવા કામો કર્યા છે સત્યભામા, કે આખી દુનિયાએ તેમનો આભાર માનવો જોઈએ.તે ચણા તેમણે એટલા માટે નહોતા ખાધા કે તેમને ભૂખ લાગી હતી પરંતુ તેમણે એટલા માટે ખાધા હતા કેમકે તેઓ નહોતા ઇચ્છતા કે તેમનો મિત્ર શ્રી કૃષ્ણ ગરીબાઈ ભોગવે. તેમને ખબર હતી કે તે ચણા આશ્રમમાં ચોર ચોરો છોડી ગયા હતા તે ચોરોએ તે ચણા એક બ્રાહ્મણીના ઘેરથી ચોર્યા હતા તેમને તે પણ ખબર હતી કે તે બ્રાહ્મણીએ એ શ્રાપ આપ્યો હતો કે જે પણ એ ચણા ખાશે તે આખ્ખાં જીવનભર ગરીબ જ રહેશે.સુદામાએ એટલે તે ચણા મારાથી છુપાવીને ખાધા હતા તેથી હું આખું જીવન સુખી રહું.તે મને ભગવાનનો કોઈ અંશ સમજતો હતો.તો એણે ચણા એટલા માટે ખાધા કેમકે તેને લાગ્યું કે જો ભગવાન જ ગરીબ થઇ જશે તો આખી સૃષ્ટિ ગરીબ થઇ જશે 

સુદામાએ આખી સૃષ્ટિના કલ્યાણ માટે પોતાની જાતે ગરીબ થવા ઇચ્છ્યું.”

“ એટલો મોટો ત્યાગ ! “ રુક્મણીના મોઢે તરત નીકળી ગયું .

“  મારો મિત્ર બ્રાહ્મણ છે રુક્મણિ અને બ્રાહ્મણ જ્ઞાની અને ત્યાગી જ હોય છે.તેમનામાં જનકલ્યાણની ભાવના ભારોભાર ભરેલી હોય છે. એક બે અપવાદોને છોડી દેવામાં આવે તો બ્રાહ્મણ એવા જ હોય છે.

હવે તુજ બતાવ એવા મિત્ર માટે હૃદયમાં પ્રેમ નહિ તો શું ઉત્તપન થશે પ્રિયે ? ગોકુલ છોડતી વખતે હું એટલા માટે નહોતો રડ્યો કે હું રડતે તો મારી માં તો મરી જ જતે. પરંતુ મારા મિત્રના પગોમાં એવા ઘા અને તેના જીવનની એવી દશા એટલા માટે થઇ કેમકે એ તેના આ મિત્રનું ભલું ઈચ્છતો હતો.

“ ખબર છે રુક્મણિ, કુટુંબને છોડીને કોઈ બીજાએ ક્યારેય આ કૃષ્ણ માટે એટલું ભલું નથી વિચાર્યું.લોકો તો મારી પાસે તેમનું ભલું થાય તેવી ઈચ્છા રાખે છે.બસ સુદામા જેવા જ મિત્ર એવા હોય છે કે સુખને માટે સ્વેચ્છાથી પોતા માટે ગરીબાઈ એટલે કે કષ્ટનું આવરણ ઓઢી લે છે.”

“ એવા મિત્ર દુર્લભ હોય છે અને ન જાણે ક્યાં પુણ્યના પ્રતાપે મળે છે.હવે એવા મિત્રને જો દુનિયાની બધીજ સંપત્તિ આપી દેવામાં આવે તો પણ ઓછી પડે.” શ્રી કૃષ્ણ પોતાના ભાવભર્યા સ્વરમાં બોલ્યા.

આબાજુ ઘરમાં બધીજ રાણીઓની આંખો સજળ હતી અને ત્યાં ઘરની બહાર ઉભેલા સુદામાની આંખોમાંથી ગંગા જમુના વહી રહી હતી.


જય શ્રી કૃષ્ણ.  




(એક પબ્લિશ હિન્દી લેખનું ગુજરાતી ભાષાંતર )


Friday, March 15, 2024

Monday, February 12, 2024

શુભકામનાઓ





 આવતીકાલની “ વસંત પંચમી” ની આપ સહુને કુટુંબ સહીત ખુબ ખુબ શુભેચ્છાઓ,જય શ્રી કૃષ્ણ.

Monday, December 18, 2023

જય જલારામ બાપા..


 ૨૨ જાન્યુઆરી ના રોજ અયોધ્યા માં ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત ના P.M. શ્રી નરેન્દ્ર મોદી ના હસ્તે થવા જઈ રહ્યો છે ત્યારે આપણે વીરપુરના પૂજ્ય જલારામ બાપા ને તો કેમ ભૂલી શકીએ..


*राम नाम में लीन है,*
*देखत सबमें राम* 
*ताके पद वंदन करू* 
*जय जय जलाराम*
વીરપુરના વાસી પૂજ્ય જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય જ્યારે  જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે, વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામ ના મદિરમાં શ્રી રામ લલ્લા ને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન આપણા વીરપુરના જલારામ મંદિર રહેશે. ધન્ય છે રઘુરામ બાપાને કે જેને આવી પ્રેરણા થઈ. ખુબજ કઠીન છે આવો આજીવન જવાબદારી ભરેલો નિર્ણય લેવો, વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણ ના ટ્રસ્ટીઓએ  એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈપણ સ્વરૂપે દાન સ્વીકારતું નથી એવા સ્વનિર્ભર વીરપુર મંદિરના મહંત પૂજ્ય શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી..

આ કોઈ નાની વાત નથી આમ જુઓ તો બસો વર્ષ પહેલાંના સમયનુ પુનરાવર્તન છે. કારણકે ભગવાન શ્રી રામ તો અંતર્યામી છે તેમને ખબર છે કે, વીરપુરના થાળમાં જ જલારામ બાપાના પરસેવાની ખુશ્બુ છે. બસ્સો વર્ષ પહેલાં જ્યારે તેઓ બાપાની પરિક્ષા કરવા વીરપુર આવ્યા હતા ત્યારે જલારામ બાપા તથા વીરબાઈ માં બંને ખેતરમાં દાળી મજૂરી કરીને ગરીબ ભૂખ્યા લોકો માટે સદાવ્રત ચલાવતા ત્યારે તેમણે આ પરસેવાની ખુશ્બુ નો અનુભવ કરેલો જ હતો.

આ જે કઈ વ્યવસ્થા ગોઠવાઈ તે ભગવાન શ્રી રામની પ્રેરણાથી જ શક્ય છે. વધારામાં અત્યારે અયોધ્યામાં  ચાલતા શ્રી રામ મંદિર નિર્માણ માં સહભાગી તેવા ત્યાંના દરેક શ્રમજીવીઓને પણ વીરપુર મંદિર તરફથી બંને ટાઇમ ભોજન આપવામાં આવશે જેથી તે શ્રમજીવીઓના પરસેવાથી નિર્માણ થયેલ રામ મંદીરમાં પણ તમને વીરપુર મંદિર જેવો જ અહેસાસ થશે.

આમ ભગવાન શ્રી રામ ને ધરાવવામાં આવતા થાળ તેમજ મંદિરની દીવાલોમાં ખુશ્બુ તો વીરપુર મંદિરની જ આવશે ત્યારે ફરી એકવાર શ્રીમાન અમિતાભ બચ્ચને આવીને અટલુતો જરૂર કહેવું પડશે કે .....

*कुछ समय तो गुजारिए वीरपुर में जहा बने* *भोजनमे क्या मिठास और खुशबू होती है उसका एहसास कीजिए  कुछ दिन तो गुजारिए गुजरात में....*

*જય જલારામ બાપા..*

Saturday, November 11, 2023

શુભકામનાઓ

 


દિવાળી તેમજ બેસતા વર્ષની આપ સહુ મિત્રોને કુટુંબ સહીત શુભકામનાઓ,જય શ્રી કૃષ્ણ.

Thursday, September 7, 2023

જન્માષ્ટમીની શુભકામના






 પ્રિય  વાચક મિત્રો,

જન્માષ્ટમીની સહુ મિત્રોને  કુટુંબ સાથે ‘મોગરાના ફૂલ ‘બ્લોગ વતી 

ખુબ ખુબ શુભકામના, 

જય શ્રી કૃષ્ણ.





Friday, September 1, 2023

જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન

 .      જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન


1. *એસિડિટી* માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *માનસિક તાણ* નું વધુ પ્રભુત્વ ધરાવે છે.


2. *હાયપરટેન્શન* માત્ર *મીઠું* કે તેનાથી બનેલા ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે *લાગણીઓના મેનેજમેન્ટ* માં ભૂલોને લીધે અને ભૂલો છૂપાવવાની મથામણ થકી પણ થાય છે.


3. *કોલેસ્ટેરોલ* માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી થતું પરંતુ *વધુ આળસ* અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે.


4. *અસ્થમા* ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર *દુઃખની લાગણીઓ* મનની ઉપર છવાઈ જવાથી ફેફસાંને અસ્થિર બનાવે છે તે પણ કારણભૂત હોઈ શકે છે.


5. *ડાયાબિટીસ* માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ પરિવારના તરફેણ અર્થે સ્વાર્થી અને *હઠીલું વલણ* સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડી શકે છે.


6. *કિડની પત્થરો*: ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ પેન્ટ અપ *લાગણીઓ અને ધિક્કાર* જવાબદાર છે.


7. *સ્પૉંડિલાઈટિસ*: ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વાઈકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી (વધુ વજન) અને *ભવિષ્યની ખૂબ જ ચિંતાઓ* ને લીધે હોય શકે છે. 


      *આ મુજબ આવા તમામ રોગોમાં માનસિક વલણ જવાબદાર હોય છે*


*માટે જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો..*


▪ગુસ્સો ના કરો.

▪એકબીજા ને માફ કરો.

▪જીવનમાં કોઈ પણ બનાવને દરગુજર કરો. 

▪બીજા પાસે બહુ અપેક્ષાઓ નહિ રાખો.

▪તમારી પણ એટલીજ ભૂલો થાય છે કે જેટલી બીજાથી થઈ હોય એટલે કડક અભિગમ ના રાખો.

▪અંતે તો રાખ થઈને માટીમાં જ મળવાનું છે, પંચ મહાભૂતનો દેહ પંચ મહાભૂતમાં જ મળી જવાનો છે એમ સાંખ્ય વિચાર રાખી મનને મનાવી લેતા શિખી લો અને અહમ ના રાખો.

▪કમ ખાઓ, ગમ ખાઓ અને નમી જાઓ એ ઉક્તિ જીવન સાથે વણી લો. 

▪પૂરતી ઊંઘ લો. ઉંઘવા માટે પણ મનને સંતુષ્ટ રાખવું જરૂરી હોઈ મનને આધ્યાત્મિક કસરત આપો. 

▪નિયમિત જીવન જીવો. સદાચાર અપનાવો. 

▪ખોટી ચર્ચા દલીલો થી બચો કારણ આ મનમાં માન અપમાનની લાગણી ઉત્પન્ન કરે છે. અને મન વિચલિત થયા કરતું હોય છે. 

▪દરેક સાથે પ્રેમથી વર્તો અને દરેક ને માન આપો. જેથી તમને પણ સામેથી માન પ્રેમ મળશે અને મનમાં સંતોષની લાગણી ઉઠશે. 

▪તમારાથી નાની ઉંમરનાં ઓને મદદરૂપ થાવ અને તમારાથી મોટાંઓને સન્માન આપો. આ રીત નિરોગી જીવન જીવવા માટેનો જીવનમંત્ર છે. કારણ પહેલો તબક્કો તમારો ભૂતકાળ છે અને બીજો ભવિષ્ય કાળ.

▪ઉપરના ફેરફાર થકી મનને ઠીક કરો.

▪સદાય પ્રસન્ન રહો. સંતુષ્ટ રહો. 

▪નિયમિત યોગ  કે હળવી કસરતો કરો અને અન્ય માટે પ્રાર્થના કરો.

▪આધ્યાત્મિકતા અપનાવો, ધ્યાન  કરો, જે તમારા આત્મા અને મનને મજબૂત કરશે.


_*સ્વસ્થ રહો મસ્ત રહો તમારા જીવનને નિરોગી રાખી જીવનને વધુ આનંદમય બનાવો.*_

 (એક પબ્લિશ્ડ લેખ )